અમદાવાદના રોડ પર ચાલુ ગાડી પર ફટાકડા ફોડનાર યુવકોને,પોલીસે ઉજવાઈ આવી રીતે દિવાળી…. – GujjuKhabri

અમદાવાદના રોડ પર ચાલુ ગાડી પર ફટાકડા ફોડનાર યુવકોને,પોલીસે ઉજવાઈ આવી રીતે દિવાળી….

દિવાળીના તહેવારમાં દર વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ રોનક જોવા મળી હતી.દિવાળીના દિવસે સમગ્ર લોકો હર્ષભેર ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યું હતું.ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓએ જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ બેફામ ફટાકડા ફોડ્યા હતા.જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

દરેક વર્ષે ફટાકડા ફોડતી વખતે લેવાતી તકેદારીઓની અવગણનાને કારણે ઘણા અકસ્માતો થતા હોય છે.ઘણી વખત વાત મૃત્યુ સુધી પણ પોહચી જાય છે.ત્યારે ચાલુ ગાડીએ,ગાડી ઉપર બેસીને તથા રોડ-રસ્તા બંધ કરીને યુવકોએ ફટાકડા ફોડ્યા હતા.ત્યારે લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું થયું હતુ.

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં જાહેરમાં ફટાકડા ફોડી ઘણા બેફામ બનેલા યુવકોએ રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે.નબીરાઓએ પોલીસ કે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ગાડીમાં સવાર થઇ ગયાં અને ગાડીની ઉપર ફટાકડાનું બોક્સ મૂકીને ફટાકડા ફોડ્યા હતા.આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં નવ નબીરાની ધરપકડ કરીને તેમને પાઠ ભણાવ્યો હતો.