અમદાવાદના યુવકે પોતાની કોઠા સુજથી બનાવી એવી કીટ કે જેને વાહનમાં લગાવવાથી પેટ્રોલનો ખર્ચ ૯૦ ટકા ઘટી જશે… – GujjuKhabri

અમદાવાદના યુવકે પોતાની કોઠા સુજથી બનાવી એવી કીટ કે જેને વાહનમાં લગાવવાથી પેટ્રોલનો ખર્ચ ૯૦ ટકા ઘટી જશે…

અમદાવાદના યુવકે પોતાની કોઠા સુજ વાપરીને કમાલ કરી દીધો આજે દરેક જગ્યાએ આ યુવકની જ વાહવાહી થઇ રહી છે.આપણા દેશના યુવકોમાં ખૂબજ બુદ્ધિ રહેલી છે.જો તેમને પોતાની પ્રતિભા બતાવવાનો યોગ્ય અવસર મળે તો તે પોતાની બુદ્ધિથી પોતાના દેશનું નામ રોશન કરી શકે છે.

અમદાવાદના યુવકે કઈ આવું જ કર્યું છે. જ્યાં પેટ્રોલથી ચાલતી બાઈકને ઇલેક્ટ્રિક બાઈકમાં ફેરવીને પેટ્રોલનો ખર્ચ ૯૦ ટકા સુધી ઘટાડી શકાય છે.હાલની સ્થિતિ પ્રમાણે પેટ્રોલના ભાવ આસમાને છે.મધ્યમવર્ગીય પરિવારના લોકો પર આ માર ખુબજ પડી રહ્યો છે.

અમદાવાદના વિપુલ પટેલે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું ઉત્તમ ઉદાહરણ શોધી નાખ્યું છે.વિપુલે એક એવી કીટ બનાવી છે કે જે પેટ્રોલ વાહનોમાં લગાવી શકાય છે.જેનાથી વાહન ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બંને પર ચાલી શકે છે. આ કીટનું વજન કુલ ૧૦ કિલો છે.જેનાથી ફક્ત ૧૫ પૈસામાં ૧ કિલોમીટરની સવારી કરી શકાય છે.

આ કીટને ચાર્જ થવા માટે ૮૦ મિનિટનો સમય લાગે છે.અને જયારે કીટની બેટરી પતિ જાય તો વાહનને પેટ્રોલ પણ પણ ચલાવી શકાય છે.અને જયારે વાહન પેટ્રોલ પર ચાલે ત્યારે કીટની બેટરી જોડે જોડે ચાર્જ પણ થાય છે.

આ કીટને વાહનના ટાયરમાં ફિટ કરવામાં આવે છે.કીટની વોરંટી ૩ વર્ષ સુધી આપવામાં આવે છે.વિપુલે આ કીટની પેટન્ટ પણ કરાવી લીધી છે.આ કીટ લગાવવાથી પેટ્રોલનો ખર્ચ ૯૦ ટકા ઓછો થઇ જાય છે.

હાલ આ કીટને બજારમાં વેચવા માટે નથી મુકવામાં આવી પણ આ કીટનું બુકીંગ ચાલુ થઇ ગયું છે.આ કીટને ૪૨૦૦૦ હજાર રૂપિયાની કિંમતમાં વેચવામાં આવશે.આ કીટ લગાવનારને ગણો ફાયદો પડશે.તેના પૈસા પણ બચશે અને સાથે સાથે પ્રદુષણ પણ ખુબજ ઓછું થશે. આની માટે વિપુલને ૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે.અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી.પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.