અમદાવાદના ગરબામાં બીજા ધર્મનો યુવક ઘૂસતા,હિન્દુ સંગઠનોએ યુવકને પકડીને ઢોર માર માર્યો…. – GujjuKhabri

અમદાવાદના ગરબામાં બીજા ધર્મનો યુવક ઘૂસતા,હિન્દુ સંગઠનોએ યુવકને પકડીને ઢોર માર માર્યો….

નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણો મહત્વનો તહેવાર છે.આ પવિત્ર અવસર પર માં અંબેના નવ રૂપની આરાધના કરવામાં આવે છે.તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે.વેદ પુરાણમાં અંબે માંને શક્તિનું રૂપ માનવામાં આવેલું છે.જે અસુરોથી આ સંસાર ની રક્ષા કરે છે.નવરાત્રીના સમયે માંના ભક્તો તેમનાથી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે.

કોરોના પછી હવે 2 વર્ષ બાદ યુવાઑ મન મુકીને ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરતા હોય છે.આવી સ્થિતિ વચ્ચે જાહેર ગરબાના આયોજનનમાં લવ જેહાદની ઘટનાથી અને છેડતીની ઘટનાથી મહિલાઓ અને યુવતીઓને બચાવવા બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક્ટિવ થયું છે.વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે.

તાજેતરમાં અમદાવાદના ગરબામાં આવી ચઢેલા વિદ્યમીઓથી મોટો હોબાળો થયો હતો.ગરબામાં વિધર્મીઓએ પ્રવેશ કરતા બજરંગ દળના કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો હતો.તમને જણાવીએ કે આ બનાવ સિંધુભવન રોડ પર આવેલા આરકે પાર્ટી પ્લોટમાં બન્યો હતો.વિધર્મીઓ ગરબામાં પ્રવેશી લવજેહાદ કરતા હોવાનો બજરંગ દળે આરોપ લગાવ્યો હતો.

હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ નવરાત્રિના નામે વિધર્મીઓ કેટલાક હિન્દુ મિત્રો સાથે તેમના ગ્રુપમાં ગરબા ક્લાસ સુધી પહોંચી જાય છે.આ રસ્તો શોધી લીધા બાદ તેઓ પોતાનું નામ બદલી નાખે છે.ગરબા ક્લાસીસના સંચાલકોને પૈસાથી જ નિસ્બત હોય છે અને આ કારણે તેઓ કોઈ વેરિફિકેશન કરતા નથી.આવા ક્લાસીસમાં પ્રવેશ મેળવીને વિધર્મીઓ હિન્દુ યુવતીઓને ફસાવતા હોય છે.પરંતુ આ વખતે આવું થવા નહીં દેવાય.