અમદાવાદના આ પોલીસકર્મીએ દિવ્યાંગ બાળકની મેચ જોવાની અધૂરી ઈચ્છા પુરી કરીને માનવતા મહેકાવી.
બે દિવસ પહેલા જ IPL માં ગુજરાત ટાઇટન્સએ ફાઇનલમાં જીત મેળવી હતી, તેના કારણે આખું ગુજરાત ખુબ જ ખુશ થઇ ગયું હતું, તેથી હાલમાં અમદાવાદના પોલીસ સંજય શ્રીવાસ્તવ તેમની દરિયાદિલીના કારણે ખુબ જ ચર્ચામાં આવ્યા હતા, અમદાવાદના પોલીસ સંજય શ્રીવાસ્તવએ ખુબ જ કામગીરી કરીને આ દિવ્યાંગ દીકરાને અને તેના આખા પરિવારને ખુબ જ ખુશ કર્યો હતો.
આ યુવાન સંપૂર્ણ રીતે દિવ્યાંગ હતો એટલે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોઈ શકે તે માટે પોલીસ સંજય શ્રીવાસ્તવએ બધી જ વ્યવસ્થા કરી હતી, પોલીસ સંજય શ્રીવાસ્તવના પર આખા શહેરની બધી જ જવાબદારી હતી, કારણ કે અલગ અલગ ફાઇનલ માટે મંજૂરી માટે ગૃહ વિભાગમાંથી દર કલાકે ફોન આવતા હતા, તે સમયે કમિશનરને એક ડોક્ટરનો ફોન આવ્યો.
ત્યારબાદ લાગણીભર્યા શબ્દોથી પોતાના દિવ્યાંગ દીકરા માટે ભલામણ કરી અને ડોકટરે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર કહ્યું કે આ દીકરો સંપૂર્ણ પણે દિવ્યાંગ છે, તેથી તેને હાલમાં મેચ જોવાની ઈચ્છા ખુબ જ વ્યક્ત કરી છે, તેના માટે અમારે તમારી જરૂર છે, તે સમયે પોલીસ સંજય શ્રીવાસ્તવ ખાલી એટલું જ બોલ્યા કે બધી જ વ્યવસ્થા થઇ જશે.
તે પછી પોલીસ સંજય શ્રીવાસ્તવએ તેમના કર્મચારીને બોલાવ્યા અને કહ્યું કે આ નંબર પર વાત કરીને તે બાળક માટે સુવિધા કરો, ત્યારબાદ તે બાળક માટે VIP માં મેચ જોવાની સુવિધા કરવામાં આવી હતી અને તે બાળક સાથે એક પોલીસને પણ રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ બાળકને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લઇ જવામાં આવ્યો અને મેચ પુરી થઇ એટલે તેને ગાડી સુધી પરત પણ મૂકી આવવામાં આવ્યો હતો.