અમદાવાદના આ પરિવારમાં એક દીકરી એવા અનોખા સંજોગોમાં જન્મી જે ૨૨-૦૨-૨૦૨૨ ના દિવસે બપોરના બે વાગ્યે અને બાવીસ મિનિટે દીકરીનો જન્મ થયો તો આખા પરિવારે મીઠાઈ વેચીને ખુશીઓ મનાવી….
દરેક દંપતીઓને તેમના જીવનમાં એક ઈચ્છા હોય છે અને તે ઈચ્છા તેમના બાળકોની હોય છે. જયારે આ બાળકો જન્મે છે એટલે આખા પરિવારમાં ખુશીઓ આવી જતી હોય છે, પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે સૌથી વધારે દંપતીઓ ખુશ થઇ જતા હોય છે. આપણે હાલમાં ઘણી પ્રેગનેંટ મહિલાઓને જોતા હોઈએ છીએ જેમને સ્પેશિઅલ તારીખ લેવી હોય છે પણ ઘણી વખતે આ તારીખ મળતી નથી.
પણ હાલમાં એક પરિવારમાં દીકરીનો જન્મ થયો છે અને આ દીકરી એવા સંજોગોમાં જન્મી છે કે તેની વિષે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ દીકરી અમદાવાદના એક શાહ પરિવારમાં જન્મી છે અને તેનો જન્મ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં થયો છે. આ પરિવાર દીકરીના જન્મ પછી બમણો ખુશ થયો છે કેમ કે એક તો ૩૦ વર્ષ પછી આ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો.
તેની સાથે સાથે બીજી ખુશી એ હતી કે આ દીકરી ૨૨-૨-૨૨ એ બપોરના ૨ વાગે અને ૨૨ મિનિટે જન્મી હતી. આ અનોખા સંજોગોને જોઈને દીકરી ખુબ જ ખુશ થઇ ગઈ હતી, પછી પરિવારમાં પણ દીકરીનો જન્મ એક યાદગાર દિવસ બની ગયો હતો. તેમ જ પરિવારના લોકો તો ખુશ જ હતા અને હોસ્પિટલનો સ્ટાફ પણ એટલો જ ખુશ થઇ ગયો હતો.
આ દીકરીના પિતાજીએ એવું કહ્યું હતું કે, તેમના ઘરે ઘણા વર્ષો પછી દીકરીનો જન્મ થયો છે એટલે તેઓ ખુબ જ ખુશ છે. તેમજ આ હોસ્પિટલના ડોક્ટરોએ એવું કહ્યું હતું કે, તેઓએ તેમના ૨૦ વર્ષના કેરિયરમાં આવી ડિલિવરી હાલથી પહેલા કોઈ દિવસે જોઈ નથી. આ પરિવારે આખા હોસ્પિટલમાં ખુશીઓ આવવાથી મીઠાઈ વેચી હતી અને દીકરીના જન્મની ખુશીઓ મનાવી હતી.