અમદાવાદના આ દીકરાને USA ની મોટી ટેસ્લા કંપનીમાં નોકરી મળી તો દીકરાએ દેશભરમાં માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું. – GujjuKhabri

અમદાવાદના આ દીકરાને USA ની મોટી ટેસ્લા કંપનીમાં નોકરી મળી તો દીકરાએ દેશભરમાં માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.

આપણે ઘણા યુવકોને જોતા હોઈએ છીએ જે જીવનમાં મોટી સફળતા મેળવવા માટે દિવસ રાત ઘણી મહેનત કરતા હોય છે અને માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કરતા હોય છે, આજે આપણે એક તેવા જ અમદાવાદના યુવક વિષે વાત કરીશું, અમદાવાદના આ યુવકે અમેરિકામાં જઈને વિશ્વવિખ્યાત કંપની ટેસ્લામાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો.

આ યુવકે અમદાવાદની એચ.બી. કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરીને અમદાવાદમાંથી જ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો, અમદાવાદના આ યુવકનું નામ અનંત કાલકર હતું, અનંતની અમેરિકાની ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે પસંદગી કરવામાં આવી હતી. અનંત માસ્ટર ડીગ્રી કરવા માટે અમેરિકા ગયો હતો.

ત્યાં અભ્યાસની સાથે સાથે અનંતને અમેરિકાની ટેસ્લા કંપનીમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળી હતી. ત્યારબાદ કંપનીએ અનંતના ત્રણ કામની નોંધ લીધી તે પછી ટેસ્લાએ સપ્લાયર ક્વોલિટી એન્જિનિયર તરીકે અનંતની પસંદગી કરવામાં આવી હતી, અનંત મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને હાલમાં તેની પરિવાર અમદાવાદમાં રહેતો હતો.

અનંતના પિતા ટોરેન્ટમાં અને માતા ઇન્ડિયન ઓઇલમાં નોકરી કરતા હતા, અનંતએ વર્ષ ૨૦૧૯ માં માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા જવાની તૈયારી કરવાની શરૂ કરી હતી, ત્યાં જઈને અનંતને વર્ષ ૨૦૨૧ માં ટેસ્લા કંપનીમાં ઇન્ટરશીપ કરવાની શરૂ કરી

અને ઇન્ટરશીપ પુરી થતાની સાથે જ અનંતની ટેસ્લા કંપનીએ પસંદગી કરીને સપ્લાયર ક્વોલિટી એન્જીનીયર તરીકે પસંદગી થઇ હતી, અનંતએ મોટી સફળતા મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું.