અમદાવાદના આ ડોક્ટરે એક જ દિવસમાં વિસ ગર્ભવતી મહિલાઓની સફળ રીતે ડીલેવરી કરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. – GujjuKhabri

અમદાવાદના આ ડોક્ટરે એક જ દિવસમાં વિસ ગર્ભવતી મહિલાઓની સફળ રીતે ડીલેવરી કરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

આપણે ઘણા અવનવા કિસ્સાઓ બનતા જોતા હોઈએ છીએ, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો હતો, અમદાવાદની આ હોસ્પિટલમાં એક દિવસમાં સૌથી વધુ બાળકોના જન્મનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા જાણીતા ગાયનેકોલોજીસ્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને વંધ્યત્વના નિષ્ણાત એવા ડોક્ટર મોહિલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ ગર્ભવતી મહિલાઓના ઓપરેશન કરીને ડિલિવરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, મોહિલ પટેલેએ ૧૯ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ તહેવારના દિવસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ડો મોહિલ પટેલે એક જ દિવસમાં વિસ બાળકોને સફળતાપૂર્વક જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેથી વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાએ મોહિલ પટેલની અદભૂત સિદ્ધિને માન્યતા આપીને એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું, થોડા સમય પહેલા સુરતની એક હોસ્પિટલમાં પણ પંદર બાળકોએ એકસાથે જન્મીને રેકોર્ડ બનાવ્યો હતો.

આ અંગે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મોહિલ પટેલે જણાવતા કહ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ મારા માટે એક અદ્ભુત લાગણી હતી, જન્માષ્ટમીના દિવસે મોહિલ પટેલેએ એકસાથે વિસ ગર્ભવતી મહિલાઓની સફળ રીતે ડીલેવરી કરાવીને બાળકોના જન્મ કરાવવામાં સફળ થયા હતા, મોહિલ પટેલનો આ વર્લ્ડ રેકોર્ડ જોઈને દરેક લોકો તેમની પ્રશંશા કરવા લાગ્યા હતા.