અભણ માતા પિતાની દીકરીએ દીવાના અજવાળે ભણી ડોક્ટર બનીને ખેતમજૂરી કરતા પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું…..
મન મક્કમ હોય તો કોઈપણ મુકામ હાસિલ કરી શકાય છે. સુખી પરિવારના બાળકો બધી જ સગવડોમાં પણ જોવે એવું પરિણામ હાસિલ નથી કરી શકતા અને ગરીબ પરિવારના બાળકો વિપરીત પરિસ્થિતિમાં પણ એવું મુકામ હાસિલ કરે છે કે જે બધાની માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહણ બની જાય છે.
આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું. આ દીકરીનૂં નામ સંતોક બેન છે.સંતોક સાંતલપુરના નાનકડા ગામ એવા લિમની રહેવાસી છે. સંતોક બેનનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો.
તેમના માતા પિતા એકપણ ચોપડી નથી ભણેલા માટે મેહુરભાઈ અને માતા સુનિતાબેન પોતાનું પરિવાર ચલાવવા માટે ખેત મજૂરી કરે છે. માતા પિતાની મહેનત જોઈને દીકરીએ નક્કી કર્યું હતું કે હું તનતોડ મહેનત કરીને માતા પિતાને સારું એવું જીવન આપીશ.
માતા પિતાએ પણ મજૂરી કરીને દીકરીને ભણાવી, બાળપણમાં ઘરે વીજળીના હોવાથી સંતોક દિવાના અજવાળે ભણતી અને આવી રીતે તેને પોતાનો શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો. વધારે સગવડોના મળવાના છતાં તે હિંમતના હારી અને ડોકટર બનવાનું સપનું જોયું. તેની માટે દિવસ રાત મહેનત કરી.
તનતોડ મહેનત કરીને દીકરીએ MBBS માં એડમિશન લીધું અને આજે સઁતોક બેન પોતાના જિલ્લાના પહેલા મહિલા ડોક્ટર બની ગયા છે. તે હાલ વડનગર ખાતે ડોક્ટરની નોકરી કરી રહ્યા છે. સાથે સાથે રેડિયોલોજી ડોક્ટરનો અભ્યાસ પણ કરી રહયા છે. આજે આ ગરીબ ઘરની દીકરીએ ડોકટર બનીને પોતાના અભણ માતા પિતાનું નામ રોશન કર્યું.