અપશુકનિયાળ ગણાતી બિલાડીના મદદથી આજે ૧૩ વર્ષની એક દીકરીને નવું જીવનદાન મળ્યું…
આપણે દરેક લોકો શુભ કાર્ય કરતા પહેલા ઘરેથી મુહૂર્ત જોઈને જ નીકળતા હોય છે અને ઘણા લોકોને બહાર નીકળતા વખતે બિલાડી મળે તો અપશુકન માનતા હોય છે. તેવી જ હાલમાં એક તેવી જ ઘટના સામે આવી છે આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે અપશુકનિયાળ ગણાતી બિલાડી જ આજે આશીર્વાદ રૂપ સાબિત થઇ હતી.
બિલાડીના રડવાના અવાજથી માતાએ તેમની ૧૩ વર્ષની દીકરીને બચાવી લીધી. સામાન્ય રીતે બધા લોકો બિલાડીને રડવાના અવાજને અપશુકનિયાળ માનતા હોય છે. પરંતુ સચિન GIDC વિસ્તારમાં બિલાડીના રડવાના અવાજે ૧૩ વર્ષની બાળકી સાથે ન થવાનું થઈ રહ્યું તો તેમાંથી દીકરીને બચાવી લેવામાં આવી હતી. ઘરમાં સુતેલી માતા બિલાડીનો અવાજ સાંભળીને જાગી ગઈ હતી.
ત્યારબાદ માતા પીવાનું પાણી લેવા માટે ઘરમાં જઈ તો ઘરમાં દીકરી જોવા ન મળતા પાડોશીની મદદથી દીકરીને હેવાનના હાથમાંથી પડાવી લીધી હતી. સચિન GIDC વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારની મહિલા ચાર દિવસ પહેલા જ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા માટે ગઈ હતી. ત્યાંથી તેમનો પતિ નોકરી જવા માટે નીકળી ગયો.
તો મહિલા તેના બે દીકરાઓ અને દીકરી સાથે તેમની બહેનની દીકરી સાથે ઘરે પરત ગયા હતા. ઘરે જઈને મહિલા અને તેમની દીકરી ધાબા પર સુતા હતા અને અચાનક જ રાત્રે સાડા બાર વાગ્યાની આજુબાજુ બિલાડીનો રડવાનો અવાજ સંભળાયો તો મહિલા જાગી ગઈ હતી અને બાજુમાં સુવડાવેલી દીકરી ના દેખાઈ તો માતાએ દીકરીની શોધખોળ કરવાની શરૂ કરી.
તો માતાને તેમના બાજુમાં પાણીના પ્લાન્ટમાંથી દીકરીનો અવાજ સંભળાયો તો તાત્કાલિક જ મહિલા ત્યાં દોડી ગઈ અને દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો ન ખોલ્યો તો મહિલાએ તરત જ પાડોશીની મદદ લઈને દીકરીને બચાવી લીધી.