અઢી વર્ષનો દીકરો ઘરની બહાર રમતો હતો અને અચાનક જોરદાર અવાજ આવ્યો તે સાંભળીને માતા ઘરની બહાર આવી અને જે જોયું તે જોતા જ માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી…..
માર્ગ અકસ્માતનું નામ આવતા બધા જ લોકો ચોકી જતા હોય છે કેમ કે આવા બનાવોમાં કેટલાય લોકો તેમનો જીવ ગુમાવી દેતા હોય છે. હાલમાં આવા બનાવો ઓછા થવાનું નામ જ નથી લેતા, એવામાં અકસ્માતની ઘટના બનવાથી એક સાથે પુરેપુરા પરિવારો પણ ઉજડી જતા હોય છે.
હાલમાં એવો જ એક દુઃખદ અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં એક ચાર વર્ષના બાળકનું કાર નીચે આવી જવાથી મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.આ ઘટના ગાંધીનગરમાં બની હતી જ્યાં સેક્ટર-૪ માં રહેતા જવાન ઈલેશભાઈ જેઓ ફરજ પર છે.
અને તેમના પત્ની દક્ષાબેન, મોટો દીકરો ધાર્મિક અને નાનો દીકરો અથર્વ ઘરે હતા. અથર્વ અઢી વર્ષનો છે અને બંને અહીંયા હતા. દિવાળીનો તહેવાર હોવાથી બધા જ લોકો ખુશ હતા અને બીજા પરિવારના લોકો ગામડે ગયા હતા. એવામાં અથર્વ ઘરની બહાર સાંજના સમયે રમી રહ્યો હતો ત્યારે એક કાર આવી અને તેને અડફેટે લીધી હતી.
આ બનાવ બન્યા દક્ષાબેને આસપાસના લોકોને બોલાવ્યા હતા અને તરત જ દીકરાને હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા. ત્યાં તબીબોએ અથર્વને મૃત જાહેર કર્યો હતો તો દક્ષાબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા અને તેમને જોઈને આસપાસના લોકો પણ હીબકે ચડ્યા હતા. આવી જ રીતે આર્મી જવાનને આ ઘટના વિષે જાણ થઇ તો તેઓ પણ ઘરે આવવા માટે નીકળ્યા હતા અને આ બનાવ વિશે જાણીને તેઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
તેમના પરિવારને આ બનાવ વિષે જાણ થતા બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા અને આવા બનાવો રોજે રોજ બનતા જ રહે છે જેમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. આ ઘટના બન્યા પછી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.