અડધી રાત્રે પરણિત મહિલાએ પોતાના પ્રેમીને ફોન કરીને બોલાવ્યો,પછી બંનેએ ન કરવાનું કરી નાખ્યું…..
કહેવાય છે ને ત્રીકોણીયા પ્રેમનો અંજામ ખુબ જ ખરાબ આવે છે.તાજેતરમાં જ રાજસ્થાનથી એક ખૂબ જ ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે.તમને જણાવીએ કે અહિ એક પરિણીત મહિલાનું બીજા કોઈક વ્યક્તિ સાથે અફેર હતું.જેથી પત્નીને તેનો પતિ નડતર રૂપ લાગતો હતો.જેને લઈને પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને રસ્તાથી સાફ કરવા એક ખતરનાક કાવતરું ઘડ્યું હતું.
કાવતરા મુજબ પહેલા પત્નીએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ બાદ લાશને રૂમમાં ખૂણામાં ફેંકી દીધી.પછી સૂટકેસ ખરીદી અને તેમાં લાશને મૂકી દીધી હતી.બાદમાં સૂટકેસ સાથે લાશને સટગાવી દીધી.તમને જણાવીએ કે આ ઘટના રાજસ્થાનના જયપુરના ઝોટવાડામાંથી પ્રકાશમાં આવી છે.અહી રહેતી મંજુ રાઠોડનું વર્ષોથી તેના પ્રેમી પંકજ શર્મા સાથે અફેર હતું.
જેથી વર્ષ 2017માં મંજુ તેના પ્રેમી પંકજ શર્મા સાથે માઉન્ટ આબુ ફરવા પણ ગઈ હતી.તે દરમિયાન મંજુના મોબાઈલમાં તેમના અંગત પળો માણતા ફોટા તેના પતિ શક્તિસિંહે જોઈ લીધા હતા.જેથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ શરુ થઇ ગયા હતા.જેથી રોજ બોલાચાલી,ઝઘડા અને મારપીટ શરૂ થઈ ગઈ.સમય જતા મારપીટ વધી ગઈ જેથી મંજુ તેના પતિથી કંટાળી ગઈ હતી.
જેથી પ્રેમી-પ્રેમિકાએ મળીને પતિને રસ્તેથી ઠેકાણે પાડવાનું કાવતરું ઘડી લીધું.કાવતરા મુજબ મોડી રાત્રે જ્યારે બધા સુઈ ગયા તો મંજુએ તેના પ્રેમી પંકજ શર્માને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો.મંજુ અને પંકજે પહેલા મધરાત સુધી રાહ જોઈ જેથી 17 વર્ષની પુત્રી અને 12 વર્ષનો પુત્ર સૂઈ જાય.
બાળકોને ગાઢ નિંદ્રામાં જોયા પછી મંજુએ દારૂના નશામાં ધુત સૂઈ રહેલા પતિ શક્તિ સિંહના હાથ-પગ પકડી લીધા અને પંકજ શર્માએ શક્તિ સિંહનું ગળું દબાવી દીધું.ત્યારબાદ મૃતદેહને એક રૂમમાં ફેંકી દીધો હતો.બે દિવસ બાદ મૃતદેહને સૂટકેસમાં ઠુંસીને નિવારૂ રોડ પર સ્થિત એક કપડાની દુકાનમાં લઈ આવ્યા હતા.સડેલી લાશની દુર્ગંધ વધે નહિ તેથી લાશ પર કપૂર નાખી લાશને સૂટકેસ સાથે સળગાવી દીધી.
પૂરેપૂરો મૃતદેહ ન સળગતા પહેલા તેને પ્લાસ્ટિકની કોથળીમાં રાખ્યો.આ બાદ તે કોથળાને બારદાનની બોરીમાં ભરીને તેઓ બપોરે મૃતદેહના નિકાલ માટે રવાના થયા હતા.જેમાં મંજુ તેની સ્કુટી ચાલાવતી હતી અને તેનો પ્રેમી પંકજ પાછળ મૃતદેહનો કોથળો પકડી બેસી રહ્યો હતો.સ્કૂટી લઈને જતા તેઓ બંને સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
પોલીસ અધિકારી લાલ મીણાએ જણાવ્યું કે અમને મૃતદેહ મળ્યો તો મૃતદેહ અડધો બળેલો હોવાને કારણે મૃતકની ઓળખ થઇ રહી ન હતી.ઘટનાસ્થળની આસપાસના સેંકડો સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા.ફૂટેજમાં બપોરે સ્કૂટી ચલાવતી મહિલા અને તેની પાછળ બેઠેલા વ્યક્તિ વચ્ચે એક કોથળો જોવા મળ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શક્તિ સિંહ શેખાવતનામનો વ્યક્તિ 7-8 દિવસથી ગુમ હતો.જ્યારે શક્તિ સિંહના ઘરે ગયા અને તેમની પત્ની અને તેમની સ્કૂટી જોઈ તો તે સીસીટીવી ફૂટેજ સાથે મેચ થઈ ગઈ.પૂછપરછ દરમિયાન મંજુ ભાગી પડી હતી અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.ત્યારબાદ મંજુ અને તેના પ્રેમી પંકજ શર્મા ની ધરપકડ કરવામાં આવી હતી.