અકસ્માતમાં પત્ની અને નાનો દીકરો ગુમાવનારા યુવકની વેદના, દીકરો મમ્મી મમ્મી કહીને રડે છે હવે તેને હું કયાંથી લાવી આપું, મારુ તો બધું જ લૂંટાઈ ગયું….. – GujjuKhabri

અકસ્માતમાં પત્ની અને નાનો દીકરો ગુમાવનારા યુવકની વેદના, દીકરો મમ્મી મમ્મી કહીને રડે છે હવે તેને હું કયાંથી લાવી આપું, મારુ તો બધું જ લૂંટાઈ ગયું…..

વડોદરામાં ગઈકાલે કાળમુખી દિવસ હતો. બસનું ટ્રક સાથે એક્સીડંટ થતા ખુબજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘણા પરિવારના માળાઓ વિખેરી ગયા હતા. આવી જ રીતે અમિત ભાઈનો પરિવાર પણ વિખેરી ગયો. અમિતભાઇ પોતાની પત્ની અને બે દીકરા સાથે બાંસવાડાથી સુરત આવી રહયા હતા.

અમિત ભાઈ પોતાના બે દીકરા આર્યન અને આકાશ અને પત્ની નિર્મલા સાથે સુરત આવી રહ્યા હતા.વહેલી સવારે કપુરાઇ ચોકડી પાસે બસનો ટ્રક સાથે ભયંકર અકસ્માત સર્જાતા ૬ લોકોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જેમાં અમિત ભાઈની પત્ની અને નેનો દીકરો પણ હતા. જેમાં અમિત ભાઈ અને મોટો દીકરો આકાશનો જીવ બચી ગયો હતો. દીકરો ઘાયલ થતા તેને લઈને અમિત ભાઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

આજે દીકરો આકાશ મમ્મીને યાદ કરી રહ્યો છે. તે વારંવાર એવું કહી રહ્યો છે કે મારે મમ્મી પાસે જવું છે. દીકરા સામે પોતાનું કાળજું કઠણ કરીને અમિત ભાઈ રડી પણ નથી શકતા આજે તે કહે છે કે હવે મારા દીકરાને હું શું જવાબ આપું દીકરાને ક્યાંથી માતા લાવી આપું.

મારુ તો બધું જ લૂંટાઈ ગયું. એમ દિવાળી કરવા સુરત જઈ રહયા હતા.પણ આ દિવાળીએ તો મારો આખો પરિવાર જ વિખેરી નાખ્યો. હવે મારો દીકરા જ મારો એકના એક સહારો છે. બંને એકબીજાના સહારે જીવન જીવી લઈશું. પત્ની બાળકોને લઈને પિયરે ગઈ હતી માટે દિવાળીના તહેવાર માટે હું મારા બાળકો અને પત્નીને લઈને સુરત આવી રહ્યો હતો.

નોધ: વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.