અંભેટા ગામની ૭ વર્ષની દીકરી ફ્રિજ ખોલીને પાણી પીવા માટે ગઈ અને તેની સાથે થયું એવું કે દીકરી બુમાબુમ કરવા લાગી અને દુનિયાને છોડીને જતી રહી…
દરેકે દરેક સીઝનમાં ઘણા એવા અકસ્માતો થતા હોય છે કે તેમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. જેમાં ઉનાળાની ઋતુમાં લોકો નાહવા માટે જાય છે અને તેમાં પણ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ જતા હોય છે.
અને હાલમાં ચોમાસી ઋતુ ચાલી થઇ ગઈ છે અને આ ઋતુમાં ઘણા એવા ઘરોમાં જીવ જંતુઓ આવી જતા હોય છે અને તે કરડવાથી ઘણા બનાવો બનતા હોય છે.હાલમાં ભરૂચમાં એક એવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે.
જે ચોમાસાની શરૂઆતમાં જ બન્યો છે. અહીંયા ભરૂચના અંભેટા ગામમાં બન્યો છે. અહીંયા એક ૭ વર્ષની દીકરીને સાપ કરડતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું છે. તો આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, હાલમાં વરસાદી માહોલ જામી ગયો છે અને તેથી જીવ જંતુઓ બહાર આવે છે.
ગામમાં સુનિલભાઈ સોલંકીની ૭ વર્ષની દીકરી તેમના ઘરમાં ફ્રિજ ખોલીને પાણી પી રહી હતી અને ત્યારે જ તેને અચાનક એક સાપ કરડ્યો હતો. જેથી આ બાળકો બૂમો પાડીને રડવા લાગી હતી આ અવાજ સાંભળીને લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા.
ત્યારબાદ દીકરીએ તેની માતાને કહ્યું કે તેને સાપ કરડ્યો છે તો આખો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.આ ઘટના બન્યા પછી તરત જ માતા દીકરીને તરત જ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી,
આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આખો પરિવાર હૈયાફાટ રુદન કરી રહ્યા હતા અને આ જોઈને ત્યાં કાળજું કંપાવી દે એવો માહોલ બન્યો હતો.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.