અંબાજી દર્શને જતા પદયાત્રીનું મૃત્યુ થઇ જતા ૧૦૮ ના કર્મચારીઓએ વ્યક્તિનો મોબાઈલ અને રોકડા રૂપિયા પરિવારને પરત આપીને ઈમાનદારી બતાવી. – GujjuKhabri

અંબાજી દર્શને જતા પદયાત્રીનું મૃત્યુ થઇ જતા ૧૦૮ ના કર્મચારીઓએ વ્યક્તિનો મોબાઈલ અને રોકડા રૂપિયા પરિવારને પરત આપીને ઈમાનદારી બતાવી.

અત્યારના ચાલી રહેલા સમયમાં ઘણા અવનવા કિસ્સાઓ જોવા મળતા હોય છે, હાલના ચાલી રહેલા સમયમાં પણ ઘણા લોકો તેમનું જીવન ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો નડિયાદ તાલુકાના પીપલગ ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા ૪૫ વર્ષના એક પદયાત્રીનો હિંમતનગર શહેરના ગિરધરનગરમાં પાર્કમાં રહેલી રિક્ષામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટના બન્યા બાદ આખા વિસ્તારમાં અરેહાટી સર્જાઈ ગઈ હતી, મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી ૧૨,૯૫૦ રૂપિયા રોકડા અને મોબાઈલ મળી આવ્યો તો ઈમાનદારી પૂર્વક તેમના નાના ભાઈને ઘટનાસ્થળ પર બોલાવીને તેમનો મોબાઈલ અને પર્સ પરત કરીને પ્રામાણિકતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.

આ બનાવ વિષે ૧૦૮ ના ડિસ્ટ્રીક્ટ મેનેજરે જણાવતા કહ્યું હતું કે શનિવારના રોજ સાંજના સમયે હિંમતનગરના ગિરધરનગરમાં આવેલી આવકાર હોસ્પિટલની સામે પાર્ક કરેલી રિક્ષામાં એક વ્યક્તિ બીમાર હાલતમાં જોવા મળ્યો તે ઘટનાની જાણ ૧૦૮ ની ટિમને થઇ તો તરત જ ૧૦૮ ની ટિમ ઘટનાસ્થળે આવી ગઈ અને સારવાર માટે વ્યક્તિને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.

ત્યાં સારવાર દરમિયાન જ વ્યકિતનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ મૃત્યુ થયેલા વ્યક્તિ પાસેથી એક મોબાઇલ અને ૧૨૯૫૦ રૂપિયા રોકડા મળી આવ્યા તો તરત જ ૧૦૮ ના કર્મચારીઓએ તેમના મોબાઇલમાંથી તેમના પરિવારના લોકોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા વ્યક્તિ નડિયાદ તાલુકાના પીપલગ ગામના વતની હતા.

તેમનું નામ પિયુષભાઈ પટેલ હતું, ૧ સપ્ટેમ્બરના રોજ પિયુષભાઈ તેમના પીપલગ ગામથી સંઘ સાથે અંબાજી પદયાત્રાએ જઈ રહ્યા હતા અને અચાનક જ આ ઘટના બનતા આખા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા, ત્યારબાદ ૧૦૮ ના કર્મચારીઓએ પિયુષભાઈના નાના ભાઈ સચિનભાઈને હિંમતનગર બોલાવીને તેમનો મોબાઈલ અને પર્સ પરત કરીને માનવતા મહેકાવી.