અંબાજીનો આ આર્મી જવાન ચાર દિવસ પહેલા જ રજાઓ લઈને ઘરે આવ્યા હતા અને ઘર આંગણે જ બન્યો એવો બનાવ કે આ રજાઓ જવાનના જીવનની છેલ્લી રજાઓ બની ગઈ…..
કુદરતના ખેલ પણ ખુબજ નિરાલા છે. પળમાં એવી એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે જેનાથી પરિવારનૂ આખે આખું જીવન જ બદલાઈ જતું હોય છે. આવી જ એક ઘટના હાલ અંબાજીથી સામે આવી છે. જ્યાં બની એવી ઘટના કે આંખ ગામના લોકો રડી પડ્યા.
અંબાજીના જાંબુડિયાના ભુરારામ ભાઈ છેલ્લા ઘણા વર્ષોતેથી દેશની સેનામાં પોતાની ફરજ નિભાવતા હતા.ભુરારામ ભાઈ BSF માં પોતાની ફરજ નિભાવતા હતા તેનાથી પરિવારની સાથે આખું ગામ તેમની પર ખુબજ ગર્વ મહેસુસ કરતુ હતું.
તેમને સંતાનમાં એક દીકરી અને દીકરો હતો, આજથી ૪ દિવસ પહેલા ભુરારામ ભાઈ પોતાના પરિવારને મળવા માટે પોતાના ઘરે આવ્યા હતા. તેમને જોઈને પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો. તે પોતાના ઘરે હતા અને પોતાની બાઈક લઈને તે ઘર આંગણે જ પડી ગયા હતા.
એવામાં તે ખુબજ ગંભીર રીતે ઘાયલ પણ થઇ ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આર્મી જવાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.
પોતાના પરિવાર સાથે રજાઓ માણવા માટે આવેલા આ જવાનના પરિવારે સાપને પણ નહતું વિચાર્યું કે આવું દુઃખ આવી પડશે. પિતાના મૃત્યુથી આજે દીકરો દીકરી ખુબજ રડી રહયા છે. આર્મી જવાનને આખરી વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સેનાના રીતિ રિવાજો અનુસાર તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.