અંબાજીના આ આર્મી જવાન ચાર દિવસ પહેલા જ રજાઓ લઈને ઘરે આવ્યા હતા અને ઘર આંગણે જ બન્યો એવો બનાવ કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહ્યો છે….. – GujjuKhabri

અંબાજીના આ આર્મી જવાન ચાર દિવસ પહેલા જ રજાઓ લઈને ઘરે આવ્યા હતા અને ઘર આંગણે જ બન્યો એવો બનાવ કે આજે આખો પરિવાર દીકરાને યાદ કરીને પોંખ મૂકીને રડી રહ્યો છે…..

રોજબરોજ ઘણી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે, હાલમાં એક તેવી જ ઘટના અંબાજીમાંથી સામે આવી હતી, આ ઘટના બન્યા બાદ આખા ગામના લોકો ભીની આંખે રડી પડ્યા હતા, અંબાજીના જાંબુડિયાના ભુરારામ ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી દેશની સેનામાં પોતાની ફરજ નિભાવતા હતા.

ભુરારામભાઈ BSF માં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા એટલે તેમનો આખો પરિવાર અને આખું ગામ તેમની પર ખુબજ ગર્વ અનુભવી રહ્યું હતું, ભુરારામભાઈને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો, તેથી આજથી ચાર દિવસ પહેલા ભુરારામભાઈ પોતાના પરિવારના લોકોને મળવા માટે પોતાના ઘરે આવ્યા હતા.

તો ભુરારામભાઈને જોઈને આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો, ત્યારબાદ ભુરારામભાઈ પોતાના ઘરના આંગણામાં જ પોતાની બાઈક લઈને પડી ગયા તો તે ખુબજ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઇ ગયું તો પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.

આર્મી જવાનના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ આખા ગામમાં દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ જવાન પોતાના પરિવાર સાથે રજાઓ માણવા માટે આવ્યા હતા પણ તેમને સપને પણ વિચાર્યું ન હતું કે આવું દુઃખ આવી પડશે. આ જવાનના મૃત્યુ બાદ આજે દીકરો અને દીકરી પણ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.

આ આર્મી જવાનને અંતિમ વિદાય આપવા માટે હજારો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સેનાના રીતિ રિવાજો અનુસાર આ આર્મી જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી તો તે દ્રશ્યો જોઈને આખું ગામ હીબકે ચડ્યું હતું.