અંકલેશ્વરમાં પતિએ પત્નીને નાની વાતે ઠપકો આપ્યો તો પત્નીને માઠું લાગતા પત્નીએ જે કદમ ઉઠાવ્યું તેનાથી આજે પતિ પોંખ મૂકીને રડી રહ્યો છે. – GujjuKhabri

અંકલેશ્વરમાં પતિએ પત્નીને નાની વાતે ઠપકો આપ્યો તો પત્નીને માઠું લાગતા પત્નીએ જે કદમ ઉઠાવ્યું તેનાથી આજે પતિ પોંખ મૂકીને રડી રહ્યો છે.

હાલમાં સતત અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો હતો, અંકલેશ્વરના નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડના રૂમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે બહાર સુવા માટે બોલાચાલી થઇ.

તો તે વાતનું માઠું લાગતા પત્નીએ જાતે જ તેનું જીવન ટૂંકાવી દીધું હતું, આ યુવતીની ઉંમર ૨૪ વર્ષ હતી, આ યુવતીએ પોતાના રૂમમાં જ પોતાનું જીવન ટૂંકાવી લીધું તો આખા પંથકમાં ચકચાર મચી ગયો હતો, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી.

ઘટનાસ્થળે આવીને પોલીસે બધી તપાસ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ કરવાની શરૂ કરી હતી. આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે મૂળ નેત્રંગ તાલુકાના આટખોલ ગામના ખોખરાપાટ ફળિયાનો યુવક અને તેની પત્ની હાલમાં અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડના રૂમમાં રહેતા હતા.

આ યુવકની પત્ની પારુલ ૨૨ મેના રોજ રાત્રે જમીને રૂમની બહાર સુવા માટે ગઈ તો તેના પતિ કમલેશ વસાવાએ પત્ની પારુલને બહાર સુવાની ના પાડી તો બંને વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ પારૂલબેન આ વાતનું માઠું લાગ્યું તો

પોતાના રૂમમાં જ પોતાનું જીવન ટૂંકાવીને મોતને ભેટી પડી તો આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો. આ બનાવની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરવાની શરૂ કરી.