અંકલેશ્વરના 3 વર્ષના પાર્થ પાસે હવે થોડો જ સમય છે.પાર્થની માતા તમારી પાસે મદદ માંગી રહી છે. જેથી તેની સારવાર થઇ શકે અને તેનો જીવ બચી જાય.

આ દુનિયામાં માતા પિતાને પોતાના બાળકો સૌથી પ્રિય હોય છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકોને આ દુનિયાનું બધું જ સુખ મળે. ત્યારે અંકલેશ્વરથી ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે.

જ્યાં 3 વર્ષનો પાર્થ એક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પાર્થ પાસે વધારે સમય નથી. પાર્થને તેની સારવાર માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર છે.

આ બીમારી એટલી ગંભીર છે કે જો બાળકને યોગ્ય સમયે સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે. આ બીમારી ૧૦ લાખ બાળકોમાં એક બાળકને થતી હોય છે અને આપડા ગુજરાતમાં આ બીમારીનો આ ત્રીજો કિસ્સો છે. સૌ પ્રથમ ધૈર્યરાજ નામના બાળકને આ બીમારી હતી. ગુજરાતના લોકોએ ૧૬ કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરીને ધૈર્યરાજને બચાવી લીધો હતો.

બીજો કેસ વિવાન નામના બાળકનો હતું પણ વિવાન માટે લોકો ૧૬ કરોડ રૂપિયા ભેગા ન કરી શક્ય અને વિવાને આ દુનિયાને અલવિદા કહી દીધું. હવે ભગવાને આપણને માનવતા બતાવવાનો ત્રીજો મોકો આપ્યો છે. 3 વર્ષના પાર્થને બચાવી લો. પાર્થ માટે એટલું દાન કરો કે તેને સમય પહેલા જ તે ઈન્જેકશન મળી જાય અને તેનો જીવ બચી જાય.

પાર્થની માતા રોઈ રોઈને પોતાના દીકરાને બચાવવા માટે તમારી પાસે મદદ માંગી રહી છે. મિત્રો વધારે લોકો પાર્થ વિષે નથી જાણતા માટે આ માહિતીને બને એટલી શેર કરો જેથી. પાર્થનો જીવ બચી શકે. જો તમારી આ એક મદદથી ઘણા લોકો પાર્થ વિષે જાણી શકશે અને તેની મદદ માટે સામે આવશે અને તેનું પુણ્ય તમને મળશે.

Similar Posts